#Zee24Kalak Disha Patani house firing case: Two accused killed in encounter; joint op by Delhi Police and UP STF
Disha Patani house firing case: Two accused killed in encounter; joint op by Delhi Police and UP STF
Disha Patani house firing case: Two accused killed in encounter; joint op by Delhi Police and UP STF
#breakingnews #Delhi #News
અભિનેત્રી દિશા પટણીના ઘરે ગોળીબાર કરના ઠાર—
ગાઝિયાબાદમાં STFએ આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું—
ગાઝિયાબાદમાં એન્કાઉન્ટરમાં બંને માર્યા ગયા–
રવિન્દ્ર અને અરુણ નામના આરોપીનું મૃત્યુ થયું–
યૂપી STFના નોઈડા યુનિટ અને દિલ્લીમાં CI યુનિટની સંયુક્ત ટીમ ટ્રોનિકા સિટી વિસ્તારમાં બંનેને ઘેરી લીધા હતા, જ્યાં ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર કર્યો. જવાબમાં પોલીસે ગોળીબાર કરતા આરોપીઓ ઠાર મરાયા–
ઘટના સ્થળેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા–
STF અનુસાર, બંને ગુનેગારો CCTVમાં કેદ થયા હતા. અરુણે સફેદ શર્ટ પહેર્યો હતો, અને રવીન્દ્રે વાદળી ટી-શર્ટ પહેરી હતી. તેમની ઓળખ કર્યા પછી તેમનું લોકેશન શોધી કાઢવામાં આવ્યું. એન્કાઉન્ટરમાં ગોળી વાગવાથી બંનેના મોત થયા હતા. અરુણ અને રવીન્દ્ર વ્યાવસાયિક શૂટર હતા. બંને ગુનેગારો રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારની ગેંગના હતા, જેમના પર 1 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ ઘટનામાં કુલ પાંચ આરોપી હતા. જેમાંથી બેનું એન્કાઉન્ટર થયું છે, બે ફરાર છે અને એક સગીરનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, 12 સપ્ટેમ્બરના રોજ સવારે 3:30 વાગ્યે ઉત્તર પ્રદેશના બરેલીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટનીના ઘરે ગોળીબાર કરવામાં આવ્યો. મોટરસાઇકલ પર આવેલા બે શખસો એક પછી એક બે રાઉન્ડ ગોળીબાર કર્યો. ત્યારબાદ તેઓ ભાગી ગયા.ગોળીબાર સમયે દિશાની બહેન અને ભૂતપૂર્વ આર્મી ઓફિસર ખુશ્બુ પટણી તેના પિતા, નિવૃત્ત ડીએસપી જગદીશ પટણી અને તેની માતા, પદ્મા પટની ઘરમાં હાજર હતા. ગોળીબારના અવાજથી બધા ગભરાઈ ગયા. દિશા પટણી મુંબઈમાં હતી. પોલીસને ઘરની બહારથી બે ખાલી કારતૂસ મળી આવ્યા. રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગેંગે ગોળીબારની જવાબદારી સ્વીકારી. એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સંત પ્રેમાનંદ મહારાજ અને કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓના રોષમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ફક્ત એક ટ્રેલર છે. જો આવી ઘટના ફરી એકવાર બનશે તો કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.’
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://ift.tt/1Ag3XmO
Follow us on Twitter
You can also visit us at:
https://ift.tt/hlDFJwA
Thank you for your support in keeping this website running.💛
View on “Tokyo Trend News”
コメントを送信